ગુજરાતમાં મતદાર યાદી સુધારા, 11.50 લાખ મતદારોના નામ બે જગ્યાએ
ગુજરાતમાં મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કવાયત હવે 99.97 ટકા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના 5.08 કરોડ મતદારોમાંથી તમામની ચકાસણી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, જેમાં 11.50 લાખથી વધુ ડુપ્લિકેટ એન્ટ્રીઓ મળી આવી છે. રાજ્યમાં 27 ઓક્ટોબરે આ કવાયત હાથ ધરવામાં આવી હતી.